મિન્ટપ્રોનો ઉપયોગ કરીને 30+ કરતાં વધુ વીમા કંપનીઓના વીમા વેચો


Sign Up
/ મિન્ટપ્રોનો ઉપયોગ કરીને 30+ કરતાં વધુ વીમા કંપનીઓના વીમા વેચો

નાણાકીય સલાહકાર વિશે

નાણાકીય સલાહકાર, ફાઇનાન્સનું સંચાલન કરવામાં નિષ્ણાત હોય છે અને તેમના ગ્રાહકોને ફાયદો મળે તે હેતુસર મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડે છે. તેઓ ગ્રાહકોને નાણાં ક્યાં રોકવા તેની સલાહ પૂરી પાડે છે. જે ગ્રાહકોને તેમના નાણાકીય ધ્યેય પૂરા કરવામાં મદદ કરે છે અને સારૂ વળતર પણ આપે છે. નાણાકીય સલાહકારો ખૂબ શિક્ષિત અને અનુભવી હોય છે. તેઓ જે નાણાંકીય સલાહ આપે છે, તેના માટે તેઓ ફી લે છે. આ નાણાકીય સલાહકારો નાણાંના સંચાલન માટે લોકપ્રિય હોય છે.

વીમો ક્યાં યોગ્ય છે?

નાણાકીય સલાહકાર તરીકે તમારી પાસે તમારા ક્લાયન્ટ માટે નાણાકીય બાબતના ઉકેલો માટે અનેક વિકલ્પ હોવા જોઈએ. કારણ કે તમારા ક્લાયન્ટની જરૂરિયાતો અલગ અલગ હોય છે. આવી જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિવિધ નાણાકીય સાધનોની જરૂર પડે છે. વીમા એક આવશ્યક નાણાકીય સાધન છે જે દરેક વ્યક્તિની જરૂરિયાતોનો ઉકેલ આપે છે. હકીકતમાં વીમો એ ખૂબ જ મહત્વપૂર્ણ નાણાકીય આયોજનનું સાધન છે. દરેક વ્યક્તિ કોઈ પણ સંજોગોમાં નાણાકીય રીતે સુરક્ષિત થવા માંગે છે. વીમા યોજનાઓ આ નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. કોઈ વ્યક્તિને આકસ્મિક પરિસ્થિતિને લીધે નાણાકીય નુકસાન સહન કરવું પડે તો તેઓ વળતર ચૂકવે છે. તેથી જ નાણાકીય સલાહકાર તરીકે તમારા ક્લાયન્ટની નાણાંકીય સુરક્ષાની જરૂરિયાતને પહોંચી વળવા માટે તથા અન્ય કોઈ રોકાણ એવન્યુ દ્વારા પૂર્ણ થતી આવશ્યકતાને પહોંચી વળવા માટે તમારી પાસે વિવિધ પ્રકારની વીમા યોજનાઓ હોવી જોઈએ.

પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનો અને વીમાનું વેચાણ કરો

વીમા એ તમારા ગ્રાહકો માટે સંબંધિત અને મહત્વપૂર્ણ ઉત્પાદન છે. તેથી તમે પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બની શકો છો અને વીમો વેચી શકો છો. મિન્ટપ્રો તમને પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનવા દે છે. જેમાં તમે તમારા ગ્રાહકોને વિવિધ જીવન અને સામાન્ય વીમા કંપનીઓની વીમા પોલિસીઓ વેચી શકો છો. તમે 20થી વધુ વીમા કંપનીઓનું પ્રતિનિધિત્વ કરી શકો છો. જ્યારે આ પોલિસી તમારા ગ્રાહકોની જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે ત્યારે તેઓએ કરેલા વેચાણ પર વધારાનું કમિશન પણ કમાઈ શકે છે. તદુપરાંત, ટર્ટલમિંટ તમને વીમો વેચવા માટે સંપૂર્ણ બેક-એન્ડ સપોર્ટ પૂરો પાડે છે.

કેવી રીતે પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનવું અને વીમાનું વેચાણ કરવું?

નીચે જણાવેલ પગલાઓને અનુસરીને તમે પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (PoSP) બની શકો છો.


  • મિન્ટપ્રો સાથે ઓનલાઇન નોંધણી કરો.
  • તમારા કેવાયસી દસ્તાવેજો જમા કરાવો અને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
  • તમારા મોબાઇલ અથવા કમ્પ્યુટરથી ઓનલાઇન તાલીમ લઈ શકો છો.
  • પોઇન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી)ની ઓનલાઇન પરીક્ષા આપો અને પાસ કરો.
  • પરીક્ષા સફળતાપૂર્વક પાસ કર્યા પછી પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) નું લાયસન્સ મળે છે.

પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બન્યા પછી તમને મિન્ટપ્રો દ્વારા વિવિધ કંપનીઓની વીમા પોલિસી વેચવાની સત્તા મળે છે. તેથી ગ્રાહકો માટે


  • તેમના માટે યોગ્ય વીમા ઉત્પાદન શોધવા માટે તમારા ગ્રાહકોની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરો.
  • તમારા ગ્રાહકોને આદર્શ વીમા ઉત્પાદન વેચો. જે તેમની જરૂરિયાતોને પૂરી પાડે.
  • તમારી કન્સલ્ટન્સી ફી સાથે વેચાયેલા ઉત્પાદનો પર કમિશન કમાઓ.

મિન્ટપ્રો એપ્લિકેશન એ એક ઓનલાઈન માધ્યમ છે. જે તમને વીમા પોલિસી સરળતાથી વેચવામાં મદદ કરે છે. આ એપ્લિકેશન તમને વીમા પોલિસી વેચવા, તેમની તુલના કરવા, તમારા વ્યવસાયને ટ્રેક કરવા અને તમારી ક્લાયન્ટની સૂચિને જાળવવા માટે એક વિન્ડો પ્રદાન કરે છે. તમે મિન્ટપ્રો સાથે પીઓએસપી બન્યા પછી તમે તમારા વીમા વેચાણને સરળ બનાવવા માટે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.

તેથી, નાણાકીય સલાહકાર તરીકે તમારા ઉત્પાદનોની સૂચિમાં વીમા યોજનાઓ ઉમેરો અને તમારા ક્લાયન્ટને સંપૂર્ણ નાણાકીય ઉકેલ આપો. તમારા માટે પણ દ્વિ આવક છે!

તે વિષે જાણો વીમાના વેચાણથી હું કેટલા પૈસા કમાઈ શકું?