વીમા એજન્ટ વિશે
વીમા એજન્ટ મધ્યસ્થી છે કે જે વીમા કંપની અને ગ્રાહકને એકસાથે લાવી વેચાણ ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે. વધુમાં, એજન્ટને યોગ્ય ઉત્પાદન પર ગ્રાહકોને સલાહ આપવા, ફોર્મ્સ ભરવા માટે સહાયતા કરવી , દાવા સમયે ગ્રાહકોને સહાય કરવા માટે ના કાર્ય સોંપવામાં આવે છે. આમ, એજન્ટ અનેક ભૂમિકાઓ ભજવે છે.
લોકો કેમ વીમાને કારકિર્દી તરીકે પસંદ કરે છે?
વ્યકિતઓ વિવિધ લાભો કે જે એક એજન્ટ ને મળતા હોય છે તેને કારણે વીમામાં કારકિર્દીની તરફેણ કરે છે.
પોતાના જ બોસ બની પોતાની ઇચ્છા મુજબ કામ કરો
- અમર્યાદિત આવક કમાવવાની તક હોય છે.
- પોલીસીઓ પર વળતર અને ઓળખ ઉપરાંત આકર્ષક કમિશન પ્રાપ્ત કરવું.
આ તમામ ફાયદા ના લીધે લોકો વીમા એજન્ટ બનવા નું પસંદ કરે છે.
વીમા એજન્ટ કોણ બની શકે છે?
એજન્ટ બનવા માટે બે વિશિષ્ટ લાયકાત જરૂરી છે. જો તમે આ માપદંડોને પૂર્ણ કરો છો તો તમે વીમામાં કારકિર્દી માટે અરજી કરી શકો છો. એ માપદંડ નીચે પ્રમાણે છે.–
- તમારે ઓછામાં ઓછા 18 વર્ષ હોવું જોઈએ
- તમારી શૈક્ષણિક લાયકાત,જો તમે શહેરી વિસ્તારમાં રહો છો તો, તમે ઓછામાં ઓછું 12 પાસ હોવા જોઈએ અને જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોવ તો તમે 10 પાસ કરેલ હોવું જોઈએ.
કોઈપણ વ્યક્તિ કે જે આ મૂળભૂત માપદંડને પૂર્ણ કરે છે તે એજન્ટ બનવા માટે નોંધણી કરાવી શકે છે. આમ, વીમા એજન્સી ફ્રેશર્સ માટે, નવા સ્નાતકો માટે, સ્નાતકો માટે આંશિક સમયની નોકરી, કૉલેજ વિદ્યાર્થીઓ માટે નોકરીઓ નું વચન આપે છે. ગૃહિણી અને નિવૃત્ત વ્યક્તિઓ પણ વીમાની એજન્સી ની પસંદગી કરી શકે છે.
વીમા એજન્ટ બનવાના પગલાં
આઈઆરડીએ (ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ એજન્ટ બનવાની એક પ્રક્રિયા છે. એજન્ટ બનવા માટે તમારે કોઈ ચોક્કસ વીમા કંપની સાથે નોંધણી કરાવવી પડે છે. નિર્દિષ્ટ વીમા તાલીમ માંથી પસાર થવું પડે છે. કોઈ ચોક્કસ સ્થળે પરીક્ષા માટે બેસવું અને પરીક્ષા પાસ કરવી પડે છે. એકવાર તમે આ પ્રક્રિયાને અનુસરો છો અને પરીક્ષા પાસ કરો છો , પછી તમે વીમા એજન્ટ બની શકો છો. ચાલો સમજીએ કે પ્રક્રિયા વિગતો શું છે –
- જો તમે ક્વોલિફાઇંગ માપદંડને પૂર્ણ કરો છો, તો તમારે એજન્સી માટે નોંધણી કરાવવા ની રહે છે.
- તમારે તમારા કેવાયસીની વિગતો અને દસ્તાવેજો સુપરત કરવવા ના રહેશે અને વીમા કંપની સાથે રજીસ્ટર કરવું પડશે જેના એજન્ટ તમે બનવા માંગો છો.
- તમે સફળતાપૂર્વક રજીસ્ટર થયા પછી, તમારે ચોક્કસ સમયગાળા ના તાલીમ કાર્યક્રમ માંથી પસાર થવું પડશે. આ સમયગાળો તમારી પસંદગી ની એજન્સીના પ્રકાર પર આધારિત છે. આ તાલીમ વર્ગ-ખંડ તાલીમ છે કે જે ઑફલાઇન લેવામાં આવે છે.
- તમારી તાલીમ પતે પછી એક પરીક્ષા હોય છે. આ પરીક્ષા ભારતના વીમા નિયમનકારી અને વિકાસ અધિકારી (IRDAI) દ્વારા સૂચવવામાં આવેલ છે. ઑનલાઇન પરીક્ષાઓ વધુ લોકપ્રિય હોવા છતાં તમે પરીક્ષા ઑનલાઇન અથવા ઑફલાઇન આપી શકો છો.
- જો પરીક્ષા પાસ કરવામાં આવે તો તમે તમારું લાઇસન્સ મેળવી શકો છો અને એજન્ટ બની શકો છો
એક વીમા એજન્ટ કમાઈ શકે છે?
એજન્ટ તેના દ્વારા જનરેટ કરવામાં આવેલ પ્રીમિયમની રકમ પર કમિશન કમાઈ શકે છે. અલગ-અલગ વીમા યોજનાઓ અલગ-અલગ કમિશન માળખું ધરાવે છે. તમે વિવિધ વીમા પૉલિસી માંથી જે તે પ્રીમિયમ લાવ્યા છો તેમાંથી 5% થી 40% કમિશન કમાઈ શકો છો. વધુમાં, એવા એજન્ટો માટે પુરસ્કાર અને માન્યતા કાર્યક્રમો હોય છે જે સારી કામગીરી કરે છે. આ કાર્યક્રમો એજન્ટ માટે વધારા નું કમિશન, ભેટ, ગીફ્ટ વાઉચર્સ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસો પણ હોય છે.
કમિશન માળખું જે એજન્ટ પ્રાપ્ત કરે છે તે જાણવા માટે, અહીં ક્લિક કરો. (ઘરે થી વીમા વેચી નાણાં કેવી રીતે કમાવા લેખ સાથેનું)
મિન્ટપ્રો શું આપે છે?
મિન્ટપ્રો તમને વીમા પીઓએસપી (પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન) બનવાની તક આપે છે. પીઓએસપી (પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન)એ એક વીમા એજન્ટનો એક પ્રકાર છે. મિન્ટપ્રો સાથે પીઓએસપી (પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન)તરીકે તમે અગ્રણી વીમા કંપનીઓના વીમા પોલીસીઓ વેચી શકો છો. તમે જીવન વીમા અને સામાન્ય વીમા બન્ને વેચી શકો છો જેવા કે આરોગ્ય વીમો, કાર વીમા, બે વ્હીલર વીમો, વગેરે.
પીઓએસપી વીમા એજન્ટ પ્રમાણપત્ર માટે ની પાત્રતા અને પ્રક્રિયા
- આઈઆરડીએઆઇ દ્વારા નક્કી કરાય મુજબ એજન્ટ બનવા માટે બે ચોક્કસ લાયકાત હોવી જરૂરી છે. જો તમે આ માપદંડોને પૂર્ણ કરો છો તો તમે વીમામાં કારકિર્દી માટે અરજી કરી શકો છો. એ માપદંડ નીચે પ્રમાણે છે
- તમારે ઓછામાં ઓછા 18 વર્ષના હોવું જરૂરી છે.
- તમારી શૈક્ષણિક લાયકાત માટે, તમે ઓછામાં ઓછા ધોરણ 10 પાસ હોવા જોઈએ.
- કોઈપણ જે આ મૂળભૂત માપદંડને પૂર્ણ કરે છે, તે એજન્ટ બનવા માટે નોંધણી કરાવી શકે છે. આમ, વીમા ઉદ્યોગ ફ્રેશર્સ માટે, નવા સ્નાતકો માટે, સ્નાતક માટે પાર્ટ ટાઇમ નોકરીઓ, કૉલેજ વિદ્યાર્થીઓ માટે, ગૃહિણીઓ અને નિવૃત્ત વ્યક્તિઓ માટે નોકરીઓ પણ આપી શકે છે. ચાલો આ પ્રક્રિયાના પગલાં સમજીએ. એકવાર તમે આ પ્રક્રિયાને અનુસરો અને પરીક્ષાને પાસ કરો, પછી તમે વીમા એજન્ટ બની શકો છો.
- જો તમે ક્વોલિફાઇંગ માપદંડને પૂર્ણ કરો છો, તો તાલીમ કાર્યક્રમ માટે નોંધણી કરવો.
- તમારા કેવાયસીની વિગતો અને દસ્તાવેજો સબમિટ કરો.
- ચોક્કસ સમયગાળાના તાલીમ કાર્યક્રમ પસાર કરો.
- તમારી તાલીમ પછી એક પરીક્ષા હોય છે. તમારે એ પરીક્ષા માટે હાજર થવું પડશે અને તેને પાસ કરાવી પડશે.
- એકવાર પરીક્ષા પાસ થઈ જાય પછી તમે લાઇસન્સ મેળવી શકો છો અને એજન્ટ બની શકો છો
શા માટે વીમા એજન્ટ બનવાનો શ્રેષ્ઠ માર્ગ એ પીઓ એસપી પ્રમાણપત્ર છે.
એક વીમા એજન્ટ વીમા કંપની અને ગ્રાહકને એકસાથે લાવીને વીમા પૉલિસીના વેચાણને સરળ બનાવે છે. વધુમાં, એજન્ટને યોગ્ય ઉત્પાદન પર ગ્રાહકોને સલાહ આપવા, ફોર્મ્સ ભરવા માટે સહાય, દાવા સમયે ગ્રાહકોને સહાય કરવા માટેનું કાર્ય સોંપવામાં આવે છે. આમ, એજન્ટ અનેક ભૂમિકા ભજવે છે.
પીઓએસપી (પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન) એ વીમા એજન્ટ માટેનું એક નવા પ્રકારનું લાઇસન્સ છે જે IRDAI (ભારતના વીમા નિયમન વિકાસ અધિકારી) દ્વારા 2015 માં બનાવવામાં આવ્યો હતું. હવે વીમા એજન્ટ કારકિર્દીમાં દાખલ કરવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. શા માટે? વીમા એજન્ટ એ એક કંપની સાથે જોડાયેલા હોય છે અને આપેલ કેટેગરી માં તે એક વીમા કંપની પાસેથી આપવા માં આવેલ હોય માત્ર એ જ ઉત્પાદનો વેચી શકે છે, એટલે કે જીવન અથવા બિન-જીવન વીમા . પરંતુ ગ્રાહકો આજે વધુ માંગે છે – તેઓ તેમના બધા વિકલ્પો જાણવા માંગે છે અને શ્રેષ્ઠ ઉત્પાદન પસંદ કરવા પર એજન્ટ પાસેથી સલાહ મેળવવા માંગે છે. એક પીઓએસપી (પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન) લાઇસન્સ અથવા સર્ટિફિકેશન તમને તે જ કરવા દે છે. પીઓએસપી (પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન)તરીકે તમે જીવન વીમા કંપનીઓ, જીવન અને બિન-જીવન વીમા કેટેગરીઝ, જેમ કે ટર્મ લાઇફ, યુએલઆઇપી, એન્ડોમેન્ટ લાઇફ, મોટર, સ્વાસ્થ્ય, વ્યક્તિગત અકસ્માત, ઘર અને મુસાફરી બંનેમાં બહુવિધ વીમા કંપનીઓની પોલીસી વેચી શકો છો. પીઓએસપી (પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન) આમ પરંપરાગત વીમા એજન્ટ લાઇસન્સ કરતાં વ્યાપક વિભાવના છે. તેથી, મોટા ભાગના વ્યક્તિઓ હવે એજન્ટ કારકિર્દી માટે પીઓએસપી (પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન)નો માર્ગ પસંદ કરે છે.
વીમા એજન્ટ પ્રમાણપત્ર કોર્સ વીમા એજન્ટ પરીક્ષા વિશે જાણો.