મિન્ટપ્રોની મદદથી વીમા વેચાણ દ્વારા અમર્યાદિત આવક કમાઓ


Sign Up
Home / મિન્ટપ્રોની મદદથી વીમા વેચાણ દ્વારા અમર્યાદિત આવક કમાઓ

કારકિર્દી તરીકે વીમાનું વેચાણ કરવું

જ્યારે કમાણીની વાત આવે છે ત્યારે દરેક વ્યક્તિ શક્ય તેટલી કમાણી કરવા માંગતી હોય છે. જેથી કરીને લોકો વધારાના કલાકો, આવકના અન્ય સ્રોતની તપાસ શરૂ કરે છે અને વધારાની રકમ કમાવવા માટે સખત મહેનત કરે છો. છેવટે પૈસા જીવનને આરામદાયક બનાવવા માટે મદદ કરે છે ને? શું તમે કમાવવાના સ્રોત તરીકે વીમાને પસંદ કર્યો છો?

વીમા વેચવાની કારકિર્દી ખૂબ જ આકર્ષક છે. તેમાં પૈસા કમાવવા માટેની અમર્યાદિત શક્યતાઓ રહેલી છે. વીમા વેચાણને કારકિર્દી તરીકે પસંદ કરવાથી નીચે મુજબના લાભ પ્રાપ્ત થાય છે.


  • અમર્યાદિત રકમની કમાણી.
  • તમારા પોતાના બોસ બનો.
  • સાનુકુળ સમય પર કામ કરી શકો.
  • નિવૃત્તિની વય વટાવ્યા પછી પણ કામ કરી શકો.

એટલા માટે વીમા વેચાણની ઘણા લોકો તરફેણ કરે છે અને જે લોકો પૈસા કમાતા નથી, તેઓ વીમા ઉદ્યોગમાં પોતાનું નામ પણ બનાવે છે. શું તમે વીમાના વેચાણમાં કમાણીની તકોને જોઈ શકો છો? તમારામાંથી અનેક લોકો આ તકને નથી જોઈ શકતા. તેથી અહીં વીમા વેચીને તમે પૈસા કઈ રીતે કમાઈ શકો? તે સમજવા માટે એક માર્ગદર્શિકા આપવામાં આવી છે. જે તમને મદદરૂપ થશે.

વીમામાં કમાણીના સ્તર

જ્યારે તમે વીમા પોલિસી વેચો છો ત્યારે તમે ત્રણ સ્તર અથવા રીતોમાં કમાણી કરો છો. જેમાં નીચેનાનો સમાવેશ છે.

  • પ્રથમ વર્ષ કમિશન

પ્રથમ વર્ષ કમિશન નાણાં કમાવવાનું પ્રથમ સ્તર છે જે તમે વેચતા તમામ વીમા પોલિસી પર ચૂકવવાપાત્ર પ્રથમ વર્ષનું કમિશન છે. તમે જીવન વીમા પોલિસી અથવા સામાન્ય વીમા પોલિસીઓ વેચો છો, તો તમે પ્રિમીયમ પર પ્રથમ વર્ષથી જ વીમા કમિશન મેળવી શકો છો.

  • નવિનીકરણ કમિશન

જો તમે વિચાર્યું હોય કે વીમા પોલિસીઓ માત્ર પ્રથમ વર્ષ કમિશનનું વચન આપે છે તો તમે ખોટા છો. દર વર્ષે જ્યારે તમારા ગ્રાહકો તેમની પોલિસીનું નવિનીકરણ કરે છે અને નવિનીકરણ પ્રિમીયમ ચૂકવે છે ત્યારે તમે નવિનીકરણ વીમા કમિશન પણ મેળવી શકો છો. આ કમિશનને નવિનીકરણ પ્રિમીયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. નવિનીકરણ કમિશનનો ખ્યાલ જીવન વીમા પોલિસીના કિસ્સામાં ખાસ છે જે ચોક્કસ સમયગાળા માટે ચાલે છે.

  • પુરસ્કારો અને માન્યતાઓ

વીમાના વેચાણ દ્વારા આપવામાં આવતી આવક માત્ર કમિશનના રૂપમાં સમાપ્ત થતી નથી. જે અંતર્ગત પુરસ્કાર અને માન્યતાના કાર્યક્રમો પણ હોય છે જે તમને તમારી સારી કામગીરી બદલ આપવામાં આવે છે. વેચાણના માપદંડને પૂરા કરવામાં આવે તો રોકડમાં ભેટનું વચન આપે છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ચુકાદો પણ છે.

જે દર વર્ષે ટોચની કામગીરી કરતા વીમા એજન્ટ માટે યોજવામાં આવે છે. આ કોન્વોકેશન દ્વારા વીમા વેચાણમાં નિપૂણ કર્મચારીની સિદ્ધિઓને ઓળખ મળે છે.

કમિશન માળખું

તમે આકર્ષક વીમા કમિશન કમાવી શકો તે પૂરતું નથી. જ્યાં સુધી તમે કોઈ ચોક્કસ આંકડા ન જાણી શકો. કારણ કે આંકડાઓ એક સ્પષ્ટ ચિત્ર આપે છે. શું તે નથી આપતા? તેથી અહીં કમિશન પર એક નજર કરી લઈએ. જે તમે વિવિધ પ્રકારની વીમા પોલિસી વેચીને કમાઇ શકો છો.

વીમા યોજનાઓના પ્રકારોલાગુ કમિશન દર
મોટર વીમા પોલિસી (કાર અને બાઇક વીમા બંને)ખાનગી કાર પર વ્યાપક વીમા પોલિસી - પોતાના નુકસાન (ઓડી) કવર માટે ચૂકવવામાં આવતા પ્રિમીયમના 19.5% સુધી
વાણિજ્ય વાહનો પર વ્યાપક વીમા પોલિસી - પોતાના નુકસાન (ઓડી) કવર માટે ચૂકવવામાં આવતા પ્રિમીયમના 19.5% સુધી
ટુ-વ્હીલર પર વ્યાપક વીમા પોલિસી - નુકસાનના (ઓડી) કવર માટે ચૂકવવામાં આવતા પ્રિમીયમના 22.5% સુધી
તમામ પ્રકારનાં વાહનો પર થર્ડ પાર્ટી પોલિસી - દર વર્ષે ચૂકવવામાં આવતા પ્રિમીયમના 2.5% સુધી
જીવન વીમા પોલિસીનિયમિત પ્રિમીયમ ચુકવણી વિકલ્પ સાથેની પોલિસી - વાર્ષિક પ્રિમીયમના 30% સુધી
સિંગલ પ્રિમીયમ ચુકવણી વિકલ્પ સાથેની પોલિસી- સિંગલ પ્રિમીયમના 2% સુધી
ટર્મ જીવન વીમા પોલિસીનિયમિત પ્રિમીયમ ચુકવણી વિકલ્પ સાથેની પોલિસી - વાર્ષિક પ્રિમીયમના 30% સુધી
સિંગલ પ્રિમીયમ ચુકવણી વિકલ્પ સાથેની પોલિસી - સિંગલ પ્રિમીયમના 2% સુધી
આરોગ્ય વીમા પોલિસીવાર્ષિક પ્રિમીયમના 15% સુધી

Source :https://www.irdai.gov.in/ADMINCMS/cms/frmGeneral_NoYearLayout.aspx?page=PageNo3305&flag=1

ડિસક્લેમર: ઉપરોક્ત સૂચિ સંપૂર્ણ નથી અને સમયાંતરે નિયમનકાર દ્વારા કમિશન દરમાં સુધારો કરવામાં આવે છે. વધુ વિગતો માટે તમે IRDAI વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. www.irdai.gov.in


શું તમને આ દર આકર્ષક લાગતા નથી? શું તમે કલ્પના કરી શકો છો કે તમે વિવિધ પોલિસી વેચીને કેટલી કમાણી કરી શકો છો? તમારી જાણકારી માટે અહીં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. જે નીચે મુજબ છે.
ધારો કે તમે તમારા ચાર સંપર્કોને ચાર અલગ-અલગ પ્રકારની પોલિસી વેચો છો. દરેક પોલિસીમાં એક અલગ પ્રિમીયમ હોય છે અને તમને એક અલગ કમિશન આપે છે. ધારો કે, તમે તમારા સંપર્કોને જે પોલિસી વેચો છો તે નીચે મુજબ છે.

તમારા સંપર્કનું નામવેચાયેલી પોલિસીનો પ્રકારપ્રિમીયમની રકમ (ધારણ કરેલ)કમિશનનો લાગુ દર (ધારણા)કમાયેલ કમિશન
Mr.Aટર્મ જીવન વીમાINR 14,00025%INR 3500
Mr.Bઆરોગ્ય વીમોINR 12,00012%INR 1440
Mr.Cગાડીનો વીમોINR 13,00018%INR 1440
Mr.Dબાઇક વીમોINR 250018%INR 450
કુલ કમિશનINR 7730

માત્ર ચાર પોલિસીનું વેચાણ કરીને તમે 7730 રૂપિયાનું કમિશન મેળવ્યું. છે ને સરળ?

તેથી વીમા વેચાણ એ તમને પૈસા કમાવવા માટે એક સરળ અને આકર્ષક વિકલ્પ આપે છે. તમે તમારા સંપર્કોને વીમા પોલિસી વેચીને કમિશનના રૂપમાં સારી આવક કમાઈ શકો છો.

વીમામાં કારકિર્દી કેવી રીતે શરૂ કરવી?

શું તમે વીમા પોલિસી વેચાણથી થતી સંભવિત કમાણી આકર્ષક નથી લાગતી? તે તમને અમર્યાદિત આવકનો અવકાશ આપે છે અને તેથી તે એક આશાસ્પદ કારકિર્દી છે. જો તમે પણ વીમા પોલિસી વેચીને નાણાં કમાવવાનું વિચારી રહ્યાં છો. તો તમારે આગળ જોવું પડશે નહીં. મિન્ટપ્રો તમને વીમા ભાગીદાર બનવાની સરળ તક આપે છે.

તમે મિન્ટ પ્રો સાથે પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બની શકો છો અને વીમાના વેચાણમાં તમારી કારકિર્દી શરૂ કરી શકો છો. મિન્ટપ્રો સાથેના પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) તરીકે તમે જીવન અને સામાન્ય વીમા કંપનીઓની પોલિસી વેચી શકો છો અને સારું વીમા કમિશન કમાઈ શકો છો.

મિન્ટપ્રો તમને તમારા ક્લાયન્ટને વીમો વેચવા માટે છેવટ સુધી માર્ગદર્શન પૂરું પાડે છે. વેચાણ અને કમાણી વધારવા માટે તથા સૌથી યોગ્ય પોલિસી શોધવા માટે મિન્ટપ્રો તમને સંપૂર્ણ માર્ગદર્શન આપે છે.

મિન્ટપ્રો સાથે પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનવા માટે તમારે નીચેના બે પરિમાણોમાં પાસ થવું જરૂરી છે.


  • તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • તમે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી હોવી જોઈએ

જો તમે આ મૂળભૂત પરિમાણોમાંથી સફળતા પૂર્વક પાસ થાવ છો, તો તમે મિન્ટપ્રો સાથે જોડાઈ શકો છો.

મિન્ટપ્રો સાથે જોડાવાની પ્રક્રિયા ઘણી સરળ છે. તે ઓનલાઇન છે. તમારે ફક્ત મિન્ટપ્રો સાથે પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) તરીકે નોંધણી કરાવવાની રહેશે અને તમારા કેવાયસી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.

ત્યાર બાદ તમારે 15 કલાકની સરળ તાલીમ મોડ્યુલ પસાર કરવાની રહેશે. જે ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI) દ્વારા અધિકૃત માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. તાલીમ મોડ્યુલ વિડીયો દ્વારા સરળ રીતે પ્રદાન કરવામાં આવે છે. મિન્ટ પ્રો એપ્લિકેશન દ્વારા તમે તમારા સ્માર્ટફોન પર પણ આ મોડ્યુલ ઍક્સેસ કરી શકો છો અને ગમે ત્યાંથી તમારી સુવિધા અનુસાર તાલીમ પૂરી કરી શકો છો.

તાલીમ મોડ્યુલ પૂર્ણ કર્યા પછી તમારે એક સરળ ઓનલાઇન પરીક્ષા આપવાની રહે છે. આઇઆરડીએઆઇ માર્ગદર્શિકા મુજબ મિન્ટપ્રો દ્વારા આ પરીક્ષા લેવામાં આવે છે. એક વખત આ પરીક્ષા પાસ કરી લીધા પછી તમે મિન્ટ પ્રો સાથે પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) તરીકે કાર્ય કરવા માટે લાઇસન્સ મેળવી શકો છો. તે પછી તમે મિન્ટપ્રો સાથે જોડાયેલી અગ્રણી વીમા કંપનીઓની વિવિધ વીમા પોલિસી વેચી શકો છો અને જોઈએ તેટલું કમિશન કમાઈ શકો છો.

વીમાનું વેચાણ તમને તમારી સગવડ અને જેટલી ઇચ્છા હોય તેટલી રકમ કમાવવાની તક આપે છે. તે એક આકર્ષક કારકિર્દીની તક છે અને મિન્ટપ્રો તમને પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનવાની તક આપે છે અને તમે વીમામાં તમારી કારકિર્દી શરૂ કરી શકો છે. તો તમે શાની રાહ જોઈ રહ્યા છે? આજે જ મિન્ટ પ્રો સાથે નોંધણી કરો અને અમર્યાદિત આવક કમાવવાની તક માટેના દરવાજા ખોલો.

તે વિશે વધુ જાણો વીમા એજન્ટ કેવી રીતે બનવું?