એલઆઈસી એજન્ટની પરીક્ષા વિશેની તમામ માહિતી


Sign Up
/ LIC / એલઆઈસી એજન્ટની પરીક્ષા વિશેની તમામ માહિતી

એલઆઈસી વિશે :

એલઆઈસી એ બજારમાં સૌથી વધુ લોકપ્રિય જીવન વીમા કંપનીઓમાંની એક છે. લોકો આ કંપની પર વિશ્વાસ રાખે છે કારણ કે તે ખૂબ જ લાંબા સમયથી અસ્તિત્વમાં છે. એલઆઈસી વ્યક્તિઓની જુદી જુદી જરૂરિયાતો માટે યોગ્ય જીવન વીમા યોજનાઓની શ્રેણી પ્રદાન કરે છે. શુદ્ધ સંરક્ષણ યોજનાથી બચત અને રોકાણ યોજનાઓ સુધીની દરેક યોજનાઓ એલઆઈસી પાસે છે. તમે એલઆઈસીના એજન્ટ બની શકો છો અને તમારા ઓળખીતાઓને યોજનાઓ વેચી શકો છો. તમે જે યોજનાઓ વેચો છો તેનાથી તમને કમિશનના રૂપમાં આવક પ્રાપ્ત થાય છે.

એલઆઈસી વીમા એજન્ટ કઈ રીતે બની શકો?

વીમા એજન્ટ બનવા અને ભારતના જીવન વીમા કોર્પોરેશન (એલઆઈસીઆઈ)ની વીમા પોલિસી વેચવા માટે તમારે ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI) દ્વારા નક્કી કરાયેલી પરીક્ષા આપી અને પાસ કરવાની રહેશે. તમારે અભ્યાસક્રમ સમજવા માટે 25 કલાક વર્ગખંડની તાલીમ લઈને પછી પરીક્ષા આપવાની રહે છે. જ્યારે તમે એલ.આઇ.સી. એજન્ટની પરીક્ષાને પાસ કરો ત્યારે જ તમને વીમા એજન્ટ તરીકે કાર્ય કરવા માટે લાઇસન્સ મળે છે.

એલઆઈસી એજન્ટની પરીક્ષા વિશે જાણો :


  આઇસી 38માં પરીક્ષા માટે સૂચિત અભ્યાસક્રમ હોય છે. તમારે વીમાની વિભાવનાઓ, વીમો કેવી રીતે કાર્ય કરે છે અને પરીક્ષાને પાસ કરવા માટે મહત્વની તકનીકી વિગતો સમજવાની હોય છે.

  પરીક્ષા ચોક્કસ કેન્દ્રમાં લેવામાં આવે છે. તમારે કેન્દ્રની મુલાકાત લઇ પરીક્ષા આપવાની રહેશે.

  તેમાં 100 પ્રશ્નો હોય છે જેમાં પ્રત્યેકનો 1 ગુણ હોય છે. જો તમારે પ્રશ્નોના પ્રકારો શું છે તે વિષે જાણવું હોય , તો તમે અહીં કેટલાક નમૂનાઓ જોઈ શકો છો. (વીમા એજન્ટ સર્ટિફિકેશન કોર્સમાં ઉલ્લેખ કરવામાં આવેલા નમૂનાના પ્રશ્નો સાથે જોડાઓ). કેટલાક નમૂનાના પ્રશ્નો (બોલ્ડમાં જવાબો સાથે) નીચે પ્રમાણે છે.

  • અણધારી ઘટનાઓ સામે રક્ષણ મેળવવા માટે તમે નીચેનામાંની કઈ ભલામણ કરશો?
   • વીમા
   • ટ્રાન્ઝેક્શનલ ઉત્પાદનો જેવી કે બેન્ક એફડી.
   • શેર્સ.
   • ડિબેન્ચર્સ આપેલામાંથી.
  • નીચે કયા જોખમો હેઠળ વર્ગીકરણ કરી શકાતું નથી?
   • ખૂબ યુવાનીમાં મૃત્યુ.
   • જલદી મૃત્યુ.
   • કુદરતી નુકશાન.
   • અપંગતા સાથે જીવવું.
  • વીમા લોકપાલ પાસે ફરિયાદ કેવી રીતે રજુ કરવામાં આવે છે?
   • ફરિયાદ લખીને કરવામાં આવે છે.
   • ફોન પર કે મૌખિક રીતે કરવામાં આવે છે.
   • મૌખિક ફરિયાદ કરવામાં આવે છે.
   • અખબાર કે જાહેરાત દ્વારા ફરિયાદ કરવમાં આવે છે.
  • નીચે આપેલામાંથી કયા મૃત્યુના દાવાને પહેલા મૃત્યુના દાવા તરીકે લેવામાં આવશે?
   • જો વીમાધારક પોલિસી સમયગાળાના બે વર્ષની અંદર મૃત્યુ પામે તો.
   • જો વીમાધારક પોલિસી સમયગાળાના પાંચ વર્ષની અંદર મૃત્યુ પામે તો.
   • જો વીમાધારક પોલિસી સમયગાળાના સાત વર્ષની અંદર મૃત્યુ પામે તો.
   • જો વીમાધારક પોલિસી સમયગાળાના દસ વર્ષની અંદર મૃત્યુ પામે તો.
  • યુ.એલ.આઇ.પી.ના કિસ્સામાં રોકાણ જોખમ કોનું રહે છે?
   • વીમાદાતા.
   • વીમાધારક.
   • રાજ્ય.
   • આઈઆરડીએ.
  જ્યારે તમે પરીક્ષા પાસ કરો છો ત્યારે જ તમને એલઆઈસી એજન્ટ તરીકે કાર્ય કરવા માટે લાઇસન્સ મળે છે . જો તમે પ્રથમ પ્રયાસમાં પરીક્ષાને પાસ ન કરી શકો તો તમે ફરીથી પરીક્ષા આપી શકો છો.

એલઆઈસી એજન્ટ બનવા માટે આવશ્યક તાલીમ વિશે પણ જાણો.

એલઆઈસી એજન્ટની પરીક્ષા થોડી વ્યાપક છે અને તમારે તેને ક્રેક કરવી થોડી મુશ્કેલ હોઈ શકે છે. બીજો વિકલ્પ છે જે તમને એલઆઈસી વીમા યોજનાઓ વેચવા દે છે. ચાલો તે વિકલ્પ શું છે તે જોઈએ.

એલઆઈસી એજન્ટની પરીક્ષા શા માટે જરૂરી છે?

નીચેના કારણોસર એલઆઈસી એજન્ટ માટેની પરીક્ષાઓ જરૂરી છે.


 • આઈઆરડીએઆઈ દ્વારા આ પરીક્ષાઓ ફરજિયાત બનાવવામાં આવી છે.
 • પરીક્ષામાં વીમાના કોન્સેપ્ટને લઈને તમારા જ્ઞાનની ચકાસણી કરવામાં આવે છે. તે સુનિશ્ચિત કરે છે કે સંભવિત વીમા એજન્ટ તરીકે તમે તે ક્ષેત્રના જાણકાર છો આ પરીક્ષાઓ ખાતરી કરે છે કે માત્ર જાણકાર વ્યક્તિઓ જ ગ્રાહકોને વીમા પોલિસી વેચવા માટેનું લાઇસન્સ મેળવી શકે.

મિન્ટપ્રો પરીક્ષા

મિન્ટપ્રો શું છે?


મિન્ટપ્રો એ એક ઓનલાઇન પ્લેટફોર્મ છે જે તમને પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનાવે છે. પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનવાથી તમે એલઆઈસી સાથે અન્ય કંપનીઓની વીમા પોલિસી પણ વેચી શકો છો.


પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) શું છે?


પોઇન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) એ IRDAI માર્ગદર્શિકા દ્વારા અધિકૃત એજન્સી છે, જે હેઠળ તમારે તાલીમ લેવાની રહે છે અને પરીક્ષા આપવાની રહે છે. તેની તાલીમ વિડીયો મોડ્યુલ દ્વારા 15 કલાક માટેની હોય છે, જે સમજવામાં સરળ હોય છે. પીઓએસપી પરીક્ષા માટેનો નિર્ધારિત અભ્યાસક્રમ ટૂંકો હોય છે અને તમને સરળતાથી અભ્યાસક્રમને સમજવામાં વિડીયો મોડ્યુલો મદદ કરશે. તમે અહીં પીઓએસપીનો અભ્યાસક્રમ જોઈ શકો છો.

ઓનલાઇન તાલીમ પૂર્ણ કર્યા પછી તમે મિન્ટપ્રોના પ્લેટફોર્મ પર ઓનલાઇન પરીક્ષા આપી શકો છો. એકવાર પરીક્ષાને પાસ કરી લીધા પછી તમે મિન્ટપ્રોમાંથી એક પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બની શકો છો.

મિન્ટપ્રો તરફથી પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) તરીકે તમને અનુકૂળ રીતે એલઆઈસી પોલિસી ઓનલાઇન વેચવાનું લાયસન્સ મળે છે.

શા માટે મિન્ટપ્રો પરીક્ષા વધુ સારી છે?

મિન્ટપ્રો દ્વારા કરવામાં આવતી પરીક્ષાના ઘણાં ફાયદા છે જે નીચે મુજબ છે.


 • પરીક્ષા અભ્યાસક્રમ IC 38 કરતા ટૂંકો છે અને સમજવો ઘણો સરળ છે.
 • પરીક્ષા ઓનલાઇન છે જે તમે તમારા કમ્પ્યુટર અથવા તમારા સ્માર્ટફોનમાંથી ગમે ત્યાંથી આપી શકો છો. તમારે કોઈ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લેવાની જરૂર નથી.
 • આ પરીક્ષાથી તમને જીવન અને સામાન્ય વીમા પોલિસી બન્ને વેચવા માટેનું લાઇસન્સ મળે છે.

તેથી એલઆઈસી વીમા યોજનાઓ વેચવા માટે તમે આઈઆરડીએઆઇ અધિકૃત એજન્ટ અથવા સરળ મિન્ટપ્રોમાંથી કોઈ પણ પરીક્ષા આપી શકો છો. પસંદગી તમારી છે.

એલઆઈસી પોલિસી કેવી રીતે વેચવી તે વિશે વધુ જાણો.